દ્વિદળ (વિદળ ) એટલે શું?
દ્વિદળ એટલે સામાન્ય રીતે જેને આપણે કઠોળ કહીએ છીએ:
▪જેમાંથી તેલ ન નીકળે,
▪જે ઝાડના ફળ રૂપ ના હોય ,
▪જેની બે સરખી ફાડ થાય
તે દ્વિદળ ગણાય .

જેમકે
▪રાઇ, સરસ વ , તલ વગેરેમાંથી તેલ નીકળે છે માટે દ્વિદળ ન ગણાય .
▪સાંગળી ઝાડના ફળરૂપ હોવાથી તે દ્વિદળ ન ગણાય .
▪બાજરી, જુવાર વગેરેમાંથી તેલ નીકળતું નથી, ઝાડના ફળરૂપે નથી છતાં તેની બે ફાડ થતી ન હોવાથી દ્વિદળ ન ગણાય .
▪ચણા, મગ , મઠ, અડદ , તુવેર, વાલ , ચોળા, કળથી, મેથી, મસૂર , લીલ વા વગેરે કઠોળ દ્વિદળ ગણાય . વળી એ દ્વિદળની ફળીઓ, લીલા-સૂકા પાંદડા, ભાજી, તેનો લોટ, દાળ , કે તેની કોઇપણ બનાવટો વગેરે પણ દ્વિદળ જ ગણાય.
▪વાલોળ , ચોળાફળી, ગુવારફળી, લીલા ચણા, કઠોળની સુક વણી, સેવ , ગાંઠીયા, પાપડ , વડી વગેરે પણ દ્વિદળમાં ગણ વા.

ગોરસ :
▪કાચા દૂધ , દહીં, છાસ ને ગોરસ કહેવાય .

દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળ વ વું?
જ્યારે દ્વિદળની સાથે ગોરસ એટલે કે કાચું દૂધ -દહીં-છાસ ભળે ત્યારે સમયે-સમયે અસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તે આપણા સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનના બળે જોયું છે જે આજનું આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. માટે દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં ન લેવું જોઇએ.

દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં કેવી રીતે લેવું?
જો દૂધ-દહીં-છાસ એકદમ ગરમ કરી લીધા હોય તો કોઇ જ ચિંતા કર વાની જરૂર રહેતી નથી. દહીં-છાસ વધુ ગરમ કર વા જતા ફાટી જાય છે માટે ઘણા લોકો દહીં-છાસ ને સામાન્ય ગરમ કરે છે પણ તે ચાલી શકે નહીં, તેમાં પણ દ્વિદળ નો દોષ લાગે જ . દહીં-છાસ ગરમ કરતા બાજરાનો લોટ કે બલ વણ નાખીને વારંવાર હલાવતા રહેવાથી ફાટતા નથી. તે રીતે પણ એકદમ સખત ગરમ કરવા પડે. અંદરથી બુડ -બુડ અવાજ આવે ત્યાં સુધી અથ વા તો આંગળી નાંખો તો એકદમ દઝાય તેવા એટલે કે ઉભરો આવે એવા ગરમ કરવા પડે. એક વાર ગરમ કર્યા પછી ઠંડા પડે તો પણ દ્વિદળ નો દોષ લાગતો નથી.

આવતા ભાગમાં જોઇએ, દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચ વા માટે શું-શું કરી શકાય ?

Post Credits: જૈનમ જયતિ શાસનમ WhatsApp Group: Click https://zcna4.app.goo.gl/jj to Join Them!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *