in

અમિચંદ ની અમીદ્રષ્ટિ

અમચંદની અમીદ્રષ્ટિ by Bhakti Navadia
અમચંદની અમીદ્રષ્ટિ by Bhakti Navadia

આ અદ્દભુદ આર્ટિકલ ભક્તિ નવાડીયા એ અમને મોકલ્યું છે,

તમે પણ તમારું આર્ટિકલ / લેખ અમને મોકલી શકો છો.

Email Us on : jainnewsviews@gmail.com

અહીં નાટક અમિચંદ ની અમીદ્રષ્ટિમાંથી કેટલાંક તત્ત્વો લેવામાં આવ્યા છે, જે વાસ્તવમાં જૈન આચાર્ય શ્રી ભુવનભાનુ
સૂરી મહારાજા દ્વારા લખવામાં આવેલાં પુસ્તક પર આધારિત છે, જે એક અસાધારણ, શૈક્ષણિક પ્રતિભા, એક ગહન
વિચારક, કુશળ વક્તા અને સર્વતોમુખી લેખક હતાં. તેમણે લંડનમાંથી GDA ડિગ્રી મેળવી. વિવિધ વિષયો પર 80 થી
વધુ પુસ્તકો લખ્યાં છે.

તેઓ પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતીના જાણીતા વિદ્વાન હતા અને ભારતીય તત્વજ્ઞાનના દરેક
પાસપ્માં પ્રભુત્વ ધરાવતા હતાં.

 • બીજા માટે કરી છૂટવાની ભાવના રાખો.
 • વાણીમાં મીઠાશ રાખો.
 • દ્રષ્ટિમાં અહંકાર નહીં.
 • માણસ ને સાચવતા શીખો, વાપરતા નહીં.
 • સંબંધોને સમય આપતા શીખો નહીંતર એક સમય એવો આવશે કે તમારી પાસે સમય હશે પણ સંબંધ નહીં.
 • કમાણી પુણ્યને આધારે થાય છે, અક્કલ કે આવડતને આધારે નહીં .
 • ગેરસમજનો એક તણખો લાગણીના આખા સંબંધને બાળી નાખે છે.
 • સંયુક્ત ફુટંબ દુ:ખ અને તકલીફોને સરળતાથી પચાવી શક્રે છે.
 • પ્રેમ અને લાગણીના સંબંધો વિનમ્રતાથી સચવાય, ક્રોધ અને દ્વૈષથી તો ઘરમાં મહાભારત સર્જાય.

જૈન ધર્મ થી ૨૪/૭ જોડાયાલે રહેવા માટે ફેસબુક પર LIKE કરો

Facebook By Weblizar Powered By Weblizar
 • પરિસ્થિતિ વકરે ત્યારે કર્મને જ મુખ્ય કારણ ગણવું જોઈએ.
 • ત્રાજવું માત્ર વજન માપી શકે, લાગણી નહીં.
 • સામેવાળાર્ની દ્રષ્ટિમાં અનુકૂળતા જુઓ.
 • આંઘળો માણસ ભૌતિક વસ્તુને મહત્ત્વ આપે, જ્યારે અમી વાળો માણસ પ્રેમને મહત્ત્વ આપે.
 • ભાગ તો દુશ્મન પાસેથી પણ મળે, ભાઈ તો ભાગ્યે જ મળે…
 • ધર્મ સાધના કરો, સૌં સારા વાના થશે.
 • અપેક્ષા જ દુ:ખનું કારણ છે.
 • ધીરજ ના ખોવીં જોઈએ.. સાચો માર્ગ ધર્મ નીતિ જ છે.
 • સત્યનો માર્ગ કઠિન જરૂર લાગશે પણ ધીરજ રાખવી.
 • લાલચના આવેગમાં ધીરજ ન ખોઈ બેસશો.
 • જિંદગી હસ [વે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ છે અને જ્યારે ૨5 [વે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો
  સમય આવી ગયો છે.
 • સાઘર્મિક વચ્ચે અ’તર ન હોય પણ અને તો અંતરમાં રાખવાના હોય.
 • ચિંતા આવતીકાલનાં દુ:ખને નહીં, આજની મતિને હરી લે છે.
 • સંબંધોને સોનાનાં વરખની નહીં, હૈંયાનાં હરખની જરૂર હોય છે.
 • જવાબો આપવાનું કામ સમયને સોંપી દો…
 • સેવા, રક્ષા અને ભક્તિ તો બઘાંને મળે પણ સાઘર્મિક તો ભાગ્યે જ મળે.
 • ધર્મ અને ઘર્મી બંને પર આત્મીયતા રાખો.
 • ધર્મ અને સત્યના માર્ગે ચાલવાનો ફાયદો એ છે કે ત્યાં ભીડ બહુ ઓછી હોય છે.
 • સમયથી મોટો કોઈ કલાકાર નથી.
 • રવજનોને ઘરનાં સરનામા ન આપવાના હોય.
 • દુ:ખ માણસના ગમે તેવા સ્વભાવને બદલી નાખે છે.
 • લાગણીઓને સમજવાની નહીં અનુભવવાની જરૂર હોય છે…
 • ભલે લાડથી ના જોડાઓ પણ ત્હાલથી બંધાયેલા રહો.
 • સંબંધોમાં ભૂલ થાય તો એ ભૂલને ભૂલી જવાની હોય, સંબંધને નહીં.
 • સંબંધ અને સંપત્તિ જો મુઠ્ઠીમાં ભરો તો એ રેતી છે અને વાવો તો એ સોનું છે,
 • રાગનો નહીં ત્યાગનો મોહ છે.
 • પાપ આવતીકાલ પર છોડી દો, ધર્મ આજે કરો.
 • જે હંમેશાં પોતાનો વિચાર કરે છે એ હંમેશાં એકલો જ રહે છે.
 • જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ. એ જ તો છે અમીદ્રષ્ટિ

શેયર કરવાનું નહિ ભૂલતા,

શેયર કરવાથી જૈન ધર્મ ફેલાવાના પુણીય બંધાશે !


Also published on Medium.

What do you think?

250 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Famous Westerners who are Jains

You will be Shocked to Know that these Famous Westerners are Jains!

5 causes responsible for every happening in this world